નારણપોર પ્રાથમિક શાળા  ખાતે પતંગોત્સવ ઉજવાયો.

તારીખ :૧૩-૦૧-૨ ૦૨૪નાં દિને નારણપોર પ્રાથમિક શાળા ખાતે પતંગોત્સવ ઉજવાયો હતો. જેમાં શાળાના બાળકો અને શિક્ષકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. 

 નારણપોર ગામના માજી કેળવણી નિરીક્ષકશ્રી શંકરભાઈ પટેલ તથા ગામના અગ્રણી ખુશાલબાપાના હસ્તે દરેક બાળકને 5 પતંગ આપવામાં આવ્યા હતા. જેઓએ ૨૦૨૦થી લગાતાર બાળકોને પતંગ ભેટ સ્વરૂપે આપવાનો સિલસિલો જાળવી રાખ્યો છે. શાળા પરિવાર દાતાશ્રીઓનો અંતઃકરણપૂર્વક આભારની લાગણી વ્યકત કરે છે.


પ્રાર્થના સંમેલન દરમ્યાન મકરસંક્રાતિ વિશે બાળકો દ્વારા વક્તવ્ય  રજૂ કરવામાં આવ્યું હતું.

તમામ બાળકોને તલનાં લાડુ દ્વારા મોં મીઠુ કરવામાં આવ્યું હતું.  બાળકો સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લે અને બાળકોમાં સંઘ ભાવના ગુણ વિકસિત થાય એ ઉદ્દેશ્ય સહ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ ઉજવણી કરી હતી.




.