નવી ભૈરવી પ્રાથમિક શાળામાં આનંદમેળાનું આયોજન કરવામાં આવ્યું.
તારીખ:૨૯/૧૨/૨૦૨૩નાં દિને નવી ભૈરવી પ્રાથમિક શાળામાં આનંદમેળો યોજાયો હતો. ગ્રામ પંચાયતના સરપંચશ્રી સુનિતાબેન આર.પટેલના હસ્તે આનંદમેળો ખુલ્લો મુકાયો હતો. એસએમસીના અધ્યક્ષ નવીનભાઈ પટેલ તેમજ એસએમસીના સભ્ય નીતિનભાઈ પટેલ સહિત અન્ય સભ્યો, અન્ય શાળામાંથી પધારેલ શિક્ષકમિત્રો અને ગ્રામજનો આનંદ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ આનંદ મેળામાં શાળાનાં ઘણા બધા બાળકોએ ભાગ લીધો હતો.જેમાં ૨૦ જેટલા પ્રકારના જુદાં જુદાં સ્ટોલ ઉભા કર્યા હતા. મોટી સંખ્યામાં ગામજનોએ આનંદ મેળામાં ભાગ લીધો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
0 Comments