નવી ભૈરવી પ્રાથમિક શાળા ખાતે પતંગોત્સવ યોજાયો.
તારીખ :૧૧-૦૧-૨ ૦૨૪નાં દિને નવી ભૈરવી પ્રાથમિક શાળા ખાતે પતંગોત્સવ ઉજવાયો હતો. જેમાં શાળાના બાળકો અને શિક્ષકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ બીજા સેશનમાં ૩:૩૦ કલાક પછી યોજવામાં આવ્યો હતો. તમામ બાળકો ઘરેથી પતંગ અને ફિરકી લઈને આવ્યા હતા. જેમાં બાલવાટિકા અને ધોરણ -૨ નાં બાળકો રંગબેરગી ગેસના ફુગ્ગા લાવ્યા હતા. બાળકો માટે શાળામાં તલનાં લાડુ બનાવીને વહેંચવામાં આવ્યા હતા. બાળકો આનંદ ઉલ્લાસથી એકબીજા સાથે પેચ લગાવી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી.
બાળકો સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લે અને બાળકોમાં સંઘ ભાવના ગુણ વિકસિત થાય એ ઉદ્દેશ્ય સહ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
0 Comments