WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

ખેરગામ તાલુકાના શિક્ષકોને ૭૪માં પ્રજાસત્તાક પર્વના દિને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા.

  તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વનાં દિને ખેરગામ તાલુકાના બે શિક્ષકોને પ્રતિભાશાળી સન્માન પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં જેમાં મિશન ફળિયાના આચાર્ય શ્રી અરવિંદભાઈ પટેલ અને શામળા ફળિયાના ઉપશિક્ષક શ્રી સુરેશભાઈ પટેલનો સમાવેશ થાય છે. 


 જ્યારે કુમાર શાળાની ઉપશિક્ષિકા શ્રીમતી રીનાબેન પટેલને ખેરગામ ગામનાં સરપંચશ્રી શ્રીમતી ઝરણા બેન પટેલના હસ્તે  શાળા કક્ષાએ પ્રતિભાશાળી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.


 તેમજ નાંધઈ પ્રાથમિક શાળાની ઉપશિક્ષિકા શ્રીમતી જીજ્ઞાસા પટેલને શાળા કક્ષાએ પ્રતિભાશાળી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું.


Post a Comment

0 Comments