તારીખ: 26 -01-2023 ના રોજ પોમાપાળ પ્રાથમિક  શાળામાં 74મો પ્રજાસત્તાક દિનની ઉજવણી રંગારંગ કાર્યક્રમો સાથે કરવામાં આવ્યો. જ્યોત્સનાબેન સુનિલભાઈ પટેલના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો. ત્યારબાદ  રંગારંગ કાર્યક્રમની  શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી તથા વધુ અભ્યાસ કરતી દીકરીનું સન્માન કરવામાં આવ્યું. 26મી જાન્યુઆરી, આપણો રાષ્ટ્રધ્વજ, મારો દેશ ભારત, મહાત્મા ગાંધીજી, જવાહરલાલ નેહરુ જેવા વિષયો પર બાળકોઓએ પોતાનું વક્તવ્ય રજુ કર્યું હતું. ધોરણ ૧ના વિદ્યાર્થીએ અભિનય સાથે વાર્તા રજૂ કરી. બાળાઓએ દેશભક્તિ ગીત, આદિવાસી ગીત, નોન સ્ટોપ દેશભક્તિ ગીત, તારપા સોંગ અને ઘર મોરે પરદેશીયા ગીત ડાન્સ ડાન્સ રજૂ કર્યો.  તેમજ  કુમારોએ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની ગીત પર ડાન્સ અને કોમેડી નાટક રજૂ કર્યું. આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્ય શ્રી રાકેશભાઈ પટેલ, એસએમસી સભ્યો,  નિવૃત્ત શિક્ષક શ્રી ગુલાબભાઈ પટેલ, નિવૃત્ત કર્મચારી શ્રી ઉત્તમભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી શશીકાંત પટેલ, ગ્રામજનો અને વાલીઓ  હાજર રહ્યા હતા. ઉપસ્થિત રહેલ ગ્રામજનો તરફથી શાળાને 5000 રૂપિયા જેટલું રોકડ દાન મળેલ છે. તેમજ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવેલ છે. જેના માટે શાળા પરિવાર તમામ દાતાશ્રીઓ માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. 



















 YouTube channel videos