શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન
શામળા ફળિયા પ્રાથમિક શાળા, ખેરગામ ખાતે શાળા સલામતી સપ્તાહ અંતર્ગત તા. 31/01/2026 ના રોજ આપત્તિ વ્યવસ્થાપન વિષયક માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આગ, ભૂકંપ, પૂર જેવી કુદરતી તથા માનવસર્જિત આપત્તિઓ સમયે શું કરવું અને શું ન કરવું તેની સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી.
બાળકોને આપત્તિ સમયે સલામત રહેવા માટેની સાવચેતી, શાંત રહેવાની જરૂરિયાત, બહાર નીકળવાના માર્ગો તથા તાત્કાલિક મદદ મેળવવાના ઉપાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા. ઉદાહરણો અને ચર્ચા દ્વારા બાળકોમાં જાગૃતિ લાવવામાં આવી.






0 Comments