Khergam : ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

તારીખ :૨૩-૦૧-૨૦૨૪ થી તારીખ : ૨૪-૦૧-૨૦૨૪ દરમ્યાન ખેરગામ શામળા ફળિયા પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. શાળાનાં ૩૨ વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકો પ્રવાસમાં જોડ્યા હતા.

દ્વિ-દિવસીય પ્રવાસ દરમ્યાન અમદાવાદ ,ગાંધીનગરનાં જોવાલાયક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ અમદાવાદમાં પ્રાણીસંગ્રહાલય જેમાં વિવિધ દેશોના પક્ષીઓની, સાપોની વિવિધ જાતો, ઝેરી બિનઝેરી સાપો વિશે માહિતી  મેળવી હતી. , કાંકરિયા તળાવ, નોક્ટરનલ ઝૂ, સાયન્સ સિટી, અને ગાંધીનગર ખાતે અક્ષરધામમાં વોટર શો નિહાળવામાં આવ્યો હતો. અને  ચાણક્ય ભવન ખાતે રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું. 

બીજા દિવસે અક્ષરધામમાં પ્રદર્શન, વિધાન સભા ભવનની મંજૂરી ન મળતા દૂરથી વિધાનસભા ભવન બતાવી તેમાં થતી કાર્ય પ્રણાલીની માહિતી આપી હતી. ત્યારબાદ મહાત્મા મંદિરમાં પ્રદર્શન નિહાળી સીધા અડાલજ ખાતે વાવની મુલાકાત લીધી હતી અને છેલ્લે  મીની વૈષ્ણવ દેવી માતાનાં દર્શન કરી પરત ઘર તરફ ફર્યા હતા. 

મોટાભાગના બાળકો પ્રથમ વખત અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત લીધી હતી. તેમણે પ્રથમ વખત પોતાના વિસ્તારથી અલગ ભૌગોલિક વિસ્તારમાં નીકળ્યાં હોય તેમને નદીઓ, ખેતરો, મકાનો, ઐતિહાસિક ઇમારતો, રસ્તાઓ, પુલો, જે તે વિસ્તારના લોકોની બોલીઓ વિશે માહિતીગાર થયા હતા. ઘરના વાતાવરણમાંથી બહાર નીકળવાથી બાળકોમાં આનંદ અને પ્રસન્નતા જોવા મળી હતી. સૌથી અગત્યની વાત એ છેકે તેઓ પ્રવાસ દરમ્યાન પડતી અગવડતાને પણ સગવડતામાં ફેરવી પ્રવાસનો આનંદ લેવાની તેમનામાં કુશળતા પ્રાપ્ત થાય છે.