WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં ગામનાં સરપંચશ્રી હસમુખભાઈ પટેલનાં હસ્તે આનંદમેળો ખુલ્લો મુકાયો.

 

તારીખ : ૦૪-૦૧-૨૦૨૩નાં દિને જૂની ભૈરવી પ્રાથમિક શાળામાં ગામનાં સરપંચ શ્રી હસમુખભાઈ પટેલનાં હસ્તે આનંદ મેળો ખુલ્લો મુકાયો હતો. જેમાં બાળકો વ્યવહારુ જ્ઞાન અને કઈંક નવું કર્યાનો આનંદ મેળવે તે હેતુસર આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 
               જેમાં બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ વાનગીઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં બાળકોની મનપસંદ વાનગીઓ જેવી કે પાણીપુરી, વડાપાઉં, ગુલાજાંબુ, ઉંબાડિયું, ખમણ, ઢોકળા, છાશ, લસ્સી, ચાટમસાલા જેવી અવનવી વાનગીઓ જોવા મળી હતી. બાળકોના વાલીઓ  અને  ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ શાળામાં પ્રથમ વખત આનંદ મેળો યોજાયો હોય મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. આનંદ મેળા વિશે લોકોના પ્રતિભાવો હકારાત્મક રહ્યા હતા. 
             આ કર્યક્રમમાં ગામનાં સરપંચ શ્રી હસમુખભાઈ પટેલ, શામળા ફળિયાના સી.આર.સી. શ્રી મહેશભાઈ કુંડેરા, ગામનાં આગેવાન શ્રી દિનેશભાઈ પટેલ, નાંધઈ પ્રા.શાળા આચાર્યશ્રી તથા ઉપશિક્ષક ,નવી ભૈરવી પ્રા.શા. આચાર્યશ્રી તથા ઉપશિક્ષકો, શામળા ફળિયાના ઉપશિક્ષક, ગ્રામજનો તથા બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા.











Post a Comment

0 Comments