WELCOME TO MY TALUKA'S BLOGS LIST VISIT US : SB KHERGAM  BLOGGING SITE

નાંધઈ પ્રાથમિક શાળાની શિક્ષિકા શ્રીમતિ ધ્રુવીની પટેલે નવી દિલ્લી ખાતે ઓલ ઈન્ડિયા સર્વિસ તરણ સ્પર્ધામાં બે કાંસ્ય ચંદ્રક નવસારી જિલ્લાનું તેમજ ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું.

 

ભારત સરકારના કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે સરકારી કર્મચારીઓની તાલકટોરા શ્યામાપ્રસાદ મુખર્જી સ્વિમિંગ કોમ્પલેક્ષ ન્યુ દિલ્હી ખાતે તારીખ 5 થી 7 જાન્યુઆરી 2023 દરમિયાન યોજાયેલ તરણ સ્પર્ધામાં 20 જેટલા રાજ્યોના 250 થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો હતો. નાંધઈ પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રીમતી ધ્રુવીની બેન બળવંતરાય પટેલ રહે. વૃંદાવન સોસાયટી ડુંગરી (તા.જી. વલસાડ) એ પણ આ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ શરૂ થવા પહેલા ગાંધીનગર સરકારી જીમખાના ખાતે આઠ દિવસની ટ્રેનિંગનું ગુજરાત સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ ન્યુ દિલ્હી  ખાતે યોજાયેલ તરણ સ્પર્ધામાં ૪*૧૦૦ મેડલી રિલેમાં અને ત્રણ મીટર સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગમાં ધ્રુવીની બી પટેલે બે કાંસ્ય ચંદ્ર મેળવી નવસારી જિલ્લાનું તેમજ ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળા સહિત સમગ્ર ગુજરાત રાજ્યનું નામ દેશમાં સોનેરી અક્ષરે ઝળહળતું કર્યું છે

શાળા પરિવાર રમતવીર ધ્રુવીની પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. 








 

Post a Comment

0 Comments