તારીખ -30-09-2022નાં દિને અમારી શાળાના બાળકો દ્વારા નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં ધોરણ -1 થી લઇ ધોરણ -8 સુધીના બાળકોએ ભાગ લીધો હતો. આગલા દિવસે ગરબા રમવા માટે જાહેરાત કરવામાં આવી હતી ત્યારથી જ બાળકો ગેલમાં આવી ગયા હતા. બીજા દિવસે નાની નાની કન્યાઓ ચણિયાચોળીમાં સજ્જ થઈને આવી હતી. શાળામાં જ આવતા ગરબા ક્યારે રમાડશો ? જેવા પ્રશ્નો પૂછતાં હતા. સમય જણાવતા તે સમયની કાગડોળે રાહ જોવા લાગ્યા હતા. આમ નવરાત્રી તહેવાર બાળકોમાં ઘણો પ્રિય ગણાય. શાળાના પટાંગણમાં  બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ ગરબે ઘૂમ્યા હતા.